રાજ્યભર ના તમામ ફીશરીઝ ગાર્ડ ને નોકરી માંથી છુટા કરવા સામે ગુજરાત હાઈકોર્ટ નો સ્ટે
રાજ્યભર ના તમામ ફીશરીઝ ગાર્ડ ને નોકરી માંથી છુટા કરવા સામે ગુજરાત હાઈકોર્ટ નો સ્ટે

રાજ્યભર ના તમામ ફીશરીઝ ગાર્ડ ને નોકરી માંથી છુટા કરવા સામે ગુજરાત હાઈકોર્ટ નો સ્ટે
એડવોકેટ કેવલસિંહ રાઠોડ ની મુદ્દાસર ની રજુઆત અને દલીલો ને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો.
ગુજરાત સરકાર ના કૃષિ અને સહકાર વિભાગ અંતર્ગત ના મત્સ્યઉધોગ કમિશ્નર દ્વારા વર્ષ 2009 માં દરીયા કાંઠા વિસ્તાર માં થઈ રહેલી ગેરકાયદેસર ધુસણખોરી, પ્રતિબંધિત માલસામાન ની હેરફેર, પરવાનગી વિના ની માછીમારી, ડ્રગ્સ અને દારૂ ની હેરાફેરી સહિત ની તમામ અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા માટે રાજ્યભર ના તમામ દરીયા કાંઠા ના જિલ્લાઓમાં મત્સ્યઉધોગ કમિશ્નર કચેરી ના માધ્યમ થી ફીશરીઝ ગાર્ડ ની કરાર આધારીત ભરતી કરવામાં આવેલ હતી.
ફીશરીઝ ગાર્ડ ની ભરતી પ્રક્રિયા માં દેશ ની સરહદ પર માતૃભૂમી ની રક્ષા કાજે ફરજ બજાવી ચુકેલા તમામ મીલીટરી અને પેરા મીલીટરી ફોર્સ ના નિવૃત જવાનો ને પ્રાથમિકતા આપવામાં આવેલ, સૈનિક કલ્યાણ અને પુનઃવસન વિભાગ ની ભલામણ થી તમામ મીલીટરી અને પેરા મીલીટરી ફોર્સ ના નિવૃત જવાનો ને ફીશરીઝ ગાર્ડ તરીકે મત્સ્યઉધોગ વિભાગ દ્વારા કરાર આધારીત નોકરી પર લેવામાં આવેલ હતા.
ફીશરીઝ ગાર્ડ તરીકે નોકરી કરતા તમામ નિવૃત સૈનિકો મત્સ્યઉધોગ કમિશ્નર કચેરી ની વિભાગીય કામગીરી ની સાથે સાથે દરીયા કાંઠા પર તૈનાત ભારતીય નેવી તેમજ કોસ્ટ ગાર્ડ ના જવાનો ને પણ મદદ કરવાની ફરજ બજાવે છે.
ગત્ તારીખ 31/07/2024 ના રોજ મત્સ્યઉધોગ વિભાગ દ્વારા જુનાગઢ, પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથ સહિત ના તમામ સંબંધિત જિલ્લાઓમાં કરાર આધારીત નોકરી કરી રહેલા ફીશરીઝ ગાર્ડ ને એકાએક છુટા કરવા માટે નોટીસ પાઠવવામાં આવેલ હતી.
આ નોટીસ મુજબ આગામી એક મહીના માં તમામ ફીશરીઝ ગાર્ડ ને ફરજીયાત પણે નોકરીમાંથી છુટા કરવા માટે નો હુકમ કરવામાં આવેલ હતો, જેથી નારાજ થયેલા તમામ કર્મચારીઓએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પીટીશન દાખલ કરી અને સદર નોટીસ ને રદ્દ કરવા બાબતે નામદાર કોર્ટ સમક્ષ દાદ માંગેલ હતી.
નોકરી માંથી છુટા કરવા માટે ના મત્સ્યઉધોગ કમિશ્નર કચેરી ના હુકમ સામે તમામ પીટીશ્નરો વતી એડવોકેટ શ્રી કેવલસિંહ રાઠોડ હાજર રહ્યા હતા, તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પીટીશ્નરો ના તરફેણ માં મુદ્દાસર ની રજુઆત અને દલીલો રજુ કરેલ.
જેમાં રાજ્યભર ના તમામ નિવૃત સૈનિકો કે જેઓ ફીશરીઝ ગાર્ડ તરીકે નોકરી કરી અને પોતાના પરીવાર નું ગુજરાન ચલાવી રહ્યા છે, એમના પાસે બીજો કોઈ આવક નો સ્ત્રોત નથી, એમના વિરૂધ્ધ કોઈ જ ગેરરીતી ની ફરીયાદ નથી, એમના કરાર ની સમય મર્યાદા હજુ બાકી છે, એમને નોકરીમાંથી છુટા કરવાથી રાષ્ટ્રીય સુરક્ષા જોખમાઈ શકે છે, ખરેખર તો આ તમામ કર્મચારીઓ કાયમી નોકરી અને લઘુતમ વેતન મેળવવાના હકદાર છે, સહિત ની તમામ લેખિત અને મૌખિક દલીલો નામદાર હાઈકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ હતી.
જેના પગલે નામદાર ગુજરાત હાઈકોર્ટ ના જજ અનિરુદ્ધ માયી સાહેબ દ્વારા રાજ્યભર ના તમામ ફીશરીઝ ગાર્ડ ને નોકરી માંથી છુટા કરવા ના હુકમ સામે સ્ટે આપી અને રાજ્યભર ના તમામ નિવૃત સૈનિકો ના તરફેણ માં ચુકાદો આપવામાં આવ્યો, હવે પછી ની આગામી સુનાવણી 02/09/2024 ના રોજ રાખવામાં આવી છે.
- એહવાલ હુસેન ભાદરકા