ગીર સોમનાથ
ઉના: ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમ વિરુદ્ધ જિલ્લા કલેકટરે ઉગામ્યું પાસાનું શસ્ત્ર….
How to upload|ઉના: ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમ વિરુદ્ધ જિલ્લા કલેકટરે ઉગામ્યું પાસાનું શસ્ત્ર....

લોકેશન: ઉના
ઉના તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમ વિરુદ્ધ જિલ્લા કલેકટરે ઉગામ્યું પાસાનું શસ્ત્ર….
ઉનાના નાળિયા માંડવી ગામના જાવિદ ઉર્ફે જોન હબીબ શેખ નામના યુવક સામે ઉગામ્યું પાસાનું શસ્ત્ર…થોડા દિવસ પૂર્વે ઉના તાલુકાના નાઠેજ ગામે થી ૪ લાખ ૭૧ હજારનો જુગાર પકડાયો હતો…આ પકડાયેલ જુગારમાં કુલ ૨૦ જેટલા જુગારીઓ વિરુદ્ધ થઈ હતી પોલીસ ફરિયાદ…જેમાં જાવિદ ઉર્ફે જોન હબીબ શેખ નામના યુવકે ૨૦ જેટલા જુગારીઓ ને બોલાવી ચલાવાઈ રહી હતી જુગારની કલબ….
આ કલબ પર ઉના પોલીસ દ્વારા કરાઈ હતી રેઇડ..
જેમાં આ જાવિદ ઉર્ફે જોન હબીબ શેખ નામના યુવકની મુખ્ય ભૂમિકા હોય અને આ યુવક દારૂના ધંધા સાથે પણ સંકળાયેલ હોય જે બાબત જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને ધ્યાને આવતા પાસાનું શસ્ત્ર ઉગામતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાયો..