ઉનાના કાજરડી ગામે જાહેરમાં જુગાર રમતા ૪ જુગારીઓને રોકડ ૧૨ હજાર ૪૦૦ સાથે પકડી પાડતી પોલીસ
ઉનાના કાજરડી ગામે જાહેરમાં જુગાર રમતા ૪ જુગારીઓને રોકડ ૧૨ હજાર ૪૦૦ સાથે પકડી પાડતી પોલીસ

- ઉનાના કાજરડી ગામે જાહેરમાં જુગાર રમતા ૪ જુગારીઓને રોકડ ૧૨ હજાર ૪૦૦ સાથે પકડી પાડતી પોલીસ
*જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગ ઉનાનાઓ દ્વારા દારૂ-જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા સખત સુચના કરેલ હોય જે અંગે ઉના પો.ઇન્સ. એમ.એન.રાણાની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસના માણસોની ટીમો બનાવી દારૂ જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ આજરોજ સર્વલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ આર.પી.જાદવ તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ માનસિંહ પરમાર તથા જોરૂભા નારણભા મકવાણા તથા પો.હેઙકોન્સ શાંતિલાલ વેલાભાઇ સોલંકી તથા નાનજીભાઇ સાર્દુલભાઇ ચારણીયા તથા હરપાલસીહ મહાવીરસિહ ચુડાસમા તથા પો.કોન્સ.વિજયભાઇ હાજાભાઇ રામ તથા રવિસિંહ પ્રદીપસિંહ ગોહીલ તથ અનિલભાઇ ભુપતભાઇ જાદવ તથા ભાવસિહ ગોવિંદભાઇ પરમાર એ રીતેના પો.સ્ટાફના માણસો ઉના પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.હેઙકોન્સ શાંતિલાલ વેલાભાઇ સોલંકી તથા પો.કોન્સ રવિસિંહ પ્રદીપસિંહ ગોહીલ નાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે કાજરડી ગામે નવા પ્લોટ વિસ્તારની ધાર્મિક જગ્યાની સામે ખુલ્લી જગ્યામાં જાહેરમા ગંજી પતાના પૈસા પાના વડે તીનપતી નામનો પૈસાની હાર-જીતનો જુગાર રમી રમાડે છે.તેવી હકિકત આધારે રેઇડ કરતા (૧) કરશનભાઇ બાબુભાઇ મજેઠીયા ઉવ.૩૫ ધંધો-હીરા ઘસવાનો રહે.કાજરડી ઠે.ચોરાની બાજુમા તા-ઉના જી.ગીર સોમનાથ (૨) વશરામભાઇ દુદાભાઇ ચારણીયા ઉવ.૪૯ ધંધો-ખેતી રહે.કાજરડી ઠે.વાડી વિસ્તાર તા-ઉના જી.ગીર સોમનાથ (૩) મસરીભાઇ રાણાભાઇ વાળા ઉવ.૫૦ ધંધો-ખેતી રહે.કાજરડી ઠે.ચોરાની બાજુમા તા-ઉના જી.ગીર સોમનાથ (૪) કમલેશભાઇ છગનભાઇ પરમાર ઉવ.૩૨ ધંધો-મજુરી રહે.કાજરડી તા-ઉના જી.ગીર સોમનાથ વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ-૧૨,૪૦૦/- ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી*