ઉનાના નલિયા માંડવી ગામેથી નવાબંદર પોલીસે શંકાસ્પદ તેલના 325 ડબ્બા ઝડપી પાડયા
ઉનાના નલિયા માંડવી ગામેથી નવાબંદર પોલીસે શંકાસ્પદ તેલના 325 ડબ્બા ઝડપી પાડયા

ઉનાના નલિયા માંડવી ગામેથી નવાબંદર પોલીસે શંકાસ્પદ તેલના 325 ડબ્બા ઝડપી પાડયા
ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં શંકાસ્પદ હાલતમાં તેલનો જથ્થો ઝડપાયો.. પ્રાપ્ત માહિતી અનુસાર ઉનાના નલિયા-માંડવી ગામેથી આ તેલનો જથ્થો ઝડપાયો.. તેલ ભેળસેળ યુક્ત હોવાની આશંકા છે. ત્યારે
નલિયા-માંડવી ગામના રહેણાંક મકાનમાંથી તેલનો જથ્થો ઝડપાયો છે.આ તેલનો જથ્થો નવાબંદર મરીન પોલીસે ઝડપી પાડ્યો છે. માહિતી અનુસાર નવાબંદર મરીન પોલીસના પોલીસકર્મી સંદીપ ઝણકાટ અને પી.પી.બાંભણિયાને બાતમી મળી હત,ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. બાતમી આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે.ઝાલા સહિતના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારે એ રહેણાંક મકાનમાંથી 400 જેટલા શંકાસ્પદ તેલના ભરેલ ડબ્બાઓ મળી આવ્યા.. પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે કે આ સમગ્ર જથ્થો દેલવાડાના હરેશ પ્રોવિઝન સ્ટોરના માલિક નરેન્દ્ર કોટકનો છે. નવાબંદર મરીન પોલીસ દ્વારા ઉના મામલતદારને જાણ કરવામાં આવી હતી.
મહત્વપૂર્ણ છે કે છેલ્લા ચાર દિવસથી ઉના તાલુકામાં ડુપ્લીકેટ તેલનો શંકાસ્પદ જથ્થો ઝડપી રહ્યો છે. તહેવારોની મોસમ છે, આ ઉપરાંત દિવાળી ટાણે તેલનો વપરાશ ગૃહિણીઓ તેમજ ફરસાણ મીઠાઈ નાં દુકાનદારો દ્વારા વધુ પ્રમાણમાં થતો હોય છે જેનો લાભ લેવા માટે કેટલાક ઉત્પાદકો કરતા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ત્યારે જો આ તેલ નકલી કે નીચી ગુણવત્તાનું હોય તો વપરાશકર્તા નાગરિકો બીમાર પડે તો મૃત્યુ થાય તો જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ ઉભો થાય છે. છાશવારે આવી ઘટના બને છે ત્યારે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
અહેવાલ હુસેન ભાદરકા