“તેરા તજકો અર્પણ” અંતર્ગત અરજદારના છેતરપીંડીમાં ગયેલ રૂપિયા-૧,૮૫,૦૦૦/- પરત અપાવતી કોડીનાર પોલીસ

જુનાગઢ રેન્જ મહે,પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા સાહેબ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબ
તથા ઇન્ચાર્જ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ વિ.આર.ખેંગાર સાહેબ નાઓની સુચના મુજબ લોકો સાથે થતા નાણાકીય ફોડના બનાવોમાં કોડીનાર પોલીસ સ્ટેશન દ્વારા ભોગબનનારને તાત્કાલીક મદદરૂપ થવા અનુસંઘાને, કોડીનાર પો.ઇન્સ એન. આર. પટેલ સાહેબની સુચના તેમજ પો.સબ ઈન્સ. કે.એમ.ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ કોડીનાર ટાઉન બીટના પો.હેડ કોન્સ.એ.પી.જાની તથા પો.કોન્સ ભગવાનભાઇ જીણાભાઇ તથા ભીખુશા બચુશા નાઓએ ટીમ વર્કથી હ્યુમન સોર્સ તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અરજદારશ્રી કિમ્પાલસિંહ ભાવસિંહભાઈ પરમાર રહે. કાજ ગામ તા.કોડીનાર વાળાએ વેપાર/ઘંઘા સબબ રાજકોટ ખાતેથી રૂપિયા,૩,૨૦,૦૦૦/- ના બે ફુલીંગ મશીન મંગાવેલ હોય જેના એડવાન્સમાં રૂપિયા- ૧.૮૫,૦૦૦/- સામાવાળાને આંગડીયાથી તથા ગુગલ પે થી અલગ અલગ સમયે ટ્રાન્સફર કરેલ હોય જે સામાવાળાએ અરજદારને મશીન મોકલેલ નહી કે, અરજદારના રૂપિયા પણ પરત આપતા ન હોય જે બાબતેની અરજી અનુસંધાને તપાસમાં જવાની જરૂરી પરવાનગી મેળવી રાજકોટ ખાતે જઈ સામાવાળાને શોધી કાઢતા સામાવાળાએ અરજદારના રૂપિયા-૧,૮૫,૦૦૦/- પરંતુ આપી દેતા પરસ્પર સુ:ખદ સમાધાન થયેલ જેથી અરજદાર સાથે થયેલ છેતરપિંડીના રૂપિયા અરજદારને પરત મળી જતા કોડીનાર પો.સ્ટાફનો આભાર વ્યકત કરેલ છે.
આમ,કોડીનાર ટાઉન બીટ દ્વારા અરજદાર સાથે થયેલ છેતરપીંડીના રૂપિયા-૧,૮૫,૦૦૦/-પરત અપાવી ટાઉન બીટ દ્વારા પ્રસંશનીય કામગીરી કરી તેરા તુંજકો અર્પણનું સુત્ર સાર્થક કરેલ છે.
અરજદાર: કિમ્પાલસિંહ ભાવસિંહભાઇ પરમાર રહે.કાજ ગામ તા. કોડીનાર
રૂપિયા:-૧,૮૫,૦૦૦/-