ઉનાના નવાબંદરના દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરનાર ત્રણ શખ્સ ઝડપાયા,
ઉનાના નવાબંદરના દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરનાર ત્રણ શખ્સ ઝડપાયા,

ઉનાના નવાબંદરના દરિયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતા ત્રણ શખ્સને બોટ સાથે ઝડપી પાડ્યા
નવાબંદર મરીન પોલીસ સ્ટાફ નવાબંદર ગામના જુની જેટી વિસ્તારમાં બોટ ચેકીંગની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે જુની જેટી પાસેના દરિયામાંથી રજી. IND-GJ-14-720 & 04/08/2012 નંબર વાળી “અલ નવાઝ” નામની બોટ દરિયામાં માછીમારી કરી કાંઠા તરફ આવી રહી હતી. આ બાટની તપાસ કરતા તેના ટંડેલ પાસેથી માછીમારી કરવા માટેનું ઓનલાઇન ટોકન માગતા તે મળી આવ્યું ન હતું વધુમાં માછીમારી કરવા માટેની એન્ટ્રી કરાવેલના કોઈ પણ આધાર પુરાવાઓ ન મળતાં નવાઝ મન્સુરી(ટંડેલ), નજીમ મન્સુરી(ખલાસી) અને વસીમ મન્સુરી(ખલાસી) મળી કુલ ત્રણ શખ્સોને નવાબંદરના દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરતા બોટ સાથે ઝડપી પાડ્યા હતા અને ધી ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદો – 2003 હેઠળ નવાબંદર મરીન પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેથી દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો
રિપોર્ટર હુસેન ભાદરકા