Uncategorized

SUB HEADER – ન્યૂઝ કેપિટલ ગુજરાતના “EmpowHER 2025” કાર્યક્રમનું સફળ આયોજન

SUB HEADER - ન્યૂઝ કેપિટલ ગુજરાતના "EmpowHER 2025" કાર્યક્રમનું સફળ આયોજન

SUB HEADER – ન્યૂઝ કેપિટલ ગુજરાતના “EmpowHER 2025” કાર્યક્રમનું સફળ આયોજન

HEADER – લખપતિ નહીં, હવે કરોડપતિ દીદી કહો!

 

ન્યૂઝ કેપિટલ ગુજરાત દ્વારા 21 માર્ચ, 2025ના રોજ અમદાવાદ ખાતે આવેલી તાજ સ્કાયલાઈન હોટલમાં “EmpowHER 2025” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એવી પ્રેરણાદાયી મહિલાઓને સન્માનિત કરવામાં આવી જેમણે પોતાના કાર્યોથી ઇતિહાસ રચ્યો અને સમાજને નવો પ્રકાશ આપ્યો. ગુજરાતની જાણી-અજાણી મહિલાઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આ મહિલાઓને પુરસ્કાર આપીને સન્માન કર્યું હતું.

 

મહિલાઓની અજેય શક્તિ, અદમ્ય હિંમત અને અપાર સફળતાને ઉજવવા માટેના આ કાર્યક્મની શરૂઆતમાં ન્યૂઝ કેપિટલ ગુજરાતના એડિટોરીયલ ડાયરેક્ટર જનક દવેએ ન્યૂઝ કેપિટલ ગુજરાતની સફળતાને એક વર્ષ પૂર્ણ થવા પર સહુને માહિતી આપી હતી. જનક દવેએ સમગ્ર વર્ષ દરમ્યાન ન્યૂઝ કેપિટલ દ્વારા કરાયેલા સફળ અને લોકોમાં પસંદ પડ્યા હોય તેવા સમાચારોના કવરેજ વિષે માહિતી આપી હતી. તથા સહુ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

“EmpowHER 2025” કાર્યક્રમમાં 5 અલગ અલગ વિષયો પર 5 અલગ અલગ ચર્ચાનું આયોજન પણ હતું. જેમાં પહેલી ચર્ચા માટે બનાસકાંઠાની પશુપાલક બહેનો સાથે ચર્ચા કરવામાં આવી. જે માટે નિતાબેન લોહ, સુર્યાબા રાજપૂત, વિણાબેન ચૌધરી અને ગીતાબેન રબારી સાથે ચર્ચા કરવામાં આવી, જેનો વિષય હતો BREAKING THE SOCIAL SHACKLES. આ ચર્ચાનું સંચાલન RJ પૂજાએ કર્યું હતું. જેમાં નાના રોકાણથી આ બહેનો આજે કરોડોની સફર સુધી પહોંચ્યા, તેની પ્રેરણાદાયી વાત લોકો સમક્ષ રજૂ કરવામાં આવી.

 

જે બાદ બીજી ચર્ચા માટે વિષય હતો ENTERTAINMENT THE SERIOUS BUSINESS. જે માટે RJ પૂજા સાથે ચર્ચા માટે તારક મહેતા કા ઊલ્ટા ચશ્માથી જાણિતા થયેલા આરતીબેન જોષી અને ગુજરાતી ફિલ્મોના જાણિતા અભિનેત્રી મોના થિબાએ ચર્ચા કરી હતી કે કઈ રીતે મનોરંજન જગતમાં હવે મહિલાઓ માટે પરિવર્તન થઈ રહ્યા છે. મહિલાઓ કઈ રીતે વર્ક-લાઈફ બેલેન્સ કરી શકે તેવી ચર્ચા કરવામાં આવી હતી.

 

ત્રીજી ચર્ચા માટે વિષય હતો PUBLIC POLICY, LAW & ORDER. જે માટે મહેસાણાના DDO ડૉ. હસરત જાસ્મીન અને સાબરમતી જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. નિધી ઠાકુર જોડાયા હતા, જેમના સાથે મહિલાઓના રાજ્યના સંચાલન માટેના યોગદાન પર ચર્ચા કરવામાં આવી.

 

ચોથી ચર્ચા માટે રાજકારણમાં મહિલાઓના યોગદાન વિષે ચર્ચા કરવા માટે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ અને જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા જોડાયા હતા.

 

પાંચમી ચર્ચા માટે વિષય હતો BREAKING THE GLASS CEILING. જે માટે એકતાબા સોઢા અને મિત્તલ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મહિલાઓને નડતી સમસ્યાઓની આ વિષે ચર્ચા કરવામાં આવી.

 

જે બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની ઉપસ્થિતીમાં જાગૃતિ મહેતા, ધારીણીકુમારી પુવાર, પદ્મશ્રી મુક્તાબેન ડગલી, જગતકુમારી, ઈવા પટેલ, ભાવનાબેન પટેલ, જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ, પિંકી પટેલ, સંગીતા પટેલ, કિંજલ વાળાને અવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સમાજને આપેલા યોગદાન બદલ EmpowHER 2025ના ભવ્ય કાર્યક્રમમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અહેવાલ હુસેન ભાદરકા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!