ઉનાના મેણ ગામે જાહેરમાં જુગાર રમતા 9 જુગારીઓને ઉના પોલીસે ઝડપી પાડયા
How to upload video ઉનાના મેણ ગામે જાહેરમાં જુગાર રમતા 9 જુગારીઓને ઉના પોલીસે ઝડપી પાડયા

ઉનાના મેણ ગામના પ્લોટ વિસ્તારમાથી જાહેરમાં જુગાર રમતાં ઇસમોને જુગારમા રોકડ રકમ રૂપિયા- રૂ.૪૦૩૪૦/- સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ઉના સર્વલન્સ સ્કોડ
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ ઉનાનાઓ દ્વારા દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા સખત સુચના કરેલ હોય જે અંગે ઉના પો.ઇન્સ. એમ.એન.રાણાની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી દારૂ-જુગારના ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ સર્વલન્સ સ્કોડના એ.એસ.આઈ ધર્મેન્દ્રસિંહ માનસિંહ પરમાર એ.એસ.આઇ. જોરૂભા નારણભાઇ મકવાણા,પોલીસ હેડ કોન્સ. શાંતીલાલ વેલાભાઇ સોલંકી, નાનજીભાઇ સાર્દુળભાઇ ચારણીયા તથા હરપાલસિંહ મહાવિરસિંહ ચુડાસમા, પો કોન્સ વિજયભાઇ હાજાભાઇ રામ, રવિસિંહ પ્રદીપસિંહ ગોહીલ, અનિલભાઇ ભુપતભાઇ જાદવ સહિતના
પો.સ્ટાફના માણસો ઉના પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો હેડ કોન્સ શાંતીલાલ વેલાભાઇ સોલંકી નાઓને બાતમી હકીકત મળેલ કે ઉના ના મેણ ગામે પ્લોટ વિસ્તારમા જાહેરમા ગંજીપતાના પૈસા પાના વડે તીનપતી નામનો પૈસાની હાર-જીતનો જુગાર રમાડે છે.તેવી હકિકત આધારે રેઇડ કરતા (૧) અશરફભાઇ અદ્રેમાનભાઇ જેઠવા ઉ.વ-૩૪ ધંધો મજુરી રહે. મેણ,ઉના (૨) ભરતભાઇ ભગવાનભાઇ જાદવ, ઉવ.૩૨ ધંધો મજુરી રહે. મેણ, ઉના (૩) અશ્વીનભાઇ રામભાઇ બાંભણીયા ઉવ.૨૯ ધંધો
મજુરી રહે. મેણ, ઉના (૪) કરશનભાઇ મેધાભાઇ જાદવ ઉવ.૫૦ ધંધો મજુરી રહે. મેણ, ઉના (૫) દીલાવરભાઇ રજાકભાઇ જેઠવા ઉવ.૩૦ ધંધો મજુરી રહે. મેણ, ઉના (૬) ગોવીંદભાઇ ડાયાભાઇ વાજા ઉવ.૨૫ ધંધો મજુરી રહે. મેણ, ઉના (૭) બાલાભાઇ બાબુભાઇ ગોરડીયા ઉવ.૪૩ ધંધો મજુરી રહે. મેણ, ઉના. (૮)સંજયભાઇ બાબુભાઇ ડાભી ઉવ.૨૫ ધંધો મજુરી રહે. મેણ, ઉના (૯)ભરતભાઇ ભીમાભાઇ બાંભણીયા ઉવ.૨૭ ધંધો-ખેતી રહે. મેણ, ઉના વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ- રૂ।.૪૦૩૪૦/- ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એહવાલ ધર્મેશ જેઠવા