ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે જાહેરમાં જુગાર રમતા 10 જુગારીઓને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે જાહેરમાં જુગાર રમતા 10 જુગારીઓને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે જાહેરમાં જુગાર રમતા 10 જુગારીઓને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા ગીર સોમનાથ પોલીસ
અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને એલ.સી.બી.નાઇ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ પો.
સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન પો.હેડ કોન્સ. ગોવિંદસિંહ વાળા તથા પો.કોન્સ. રાહુલભાઇ છેલાણા તથા વિજયભાઇ ચૌહાણ નાઓને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે ગીરગઢડા પો.સ્ટે. વિસ્તારના ધોકડવા ગામે ખાંભડા નામની સીમમાં નીચે જણાવેલ આરોપી નં.૦૧ નાએ ભાગે વાવવા રાખેલ વાડીએ જુગાર અંગે રેઇડ કરી નીચે જણાવેલ ઇસમો વિરૂધ્ધ ગીરગઢડા પો.સ્ટે. ગુ.ર.નં.કલમ ૭૪૦/૨૪ જુગારધારા કલમ ૪,૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની
કાર્યવાહી કરવામાં આવેલ છે.જેમાં
(૧) રમેશભાઇ ગદાભાઇ બલદાણીયા, રહે.ધોકડવા તા.ગીરગઢડા (પકડવાનો બાકી) (ર) ગજરાજ ઉર્ફે ગજો આતુભાઇ ખસીયા, ઉ.વ.૩૬, ધંધો ખેતી, રહે.ધોકડવા તા.ગીરગઢડા (૩) પરેશભાઇ અરજણભાઇ કાતરીયા, ઉ.વ.૪૧, ધંધો ખેતી, રહે.ધોકડવા તા.ગીરગઢડા (૪) હીતેન્દ્ર ધીરુભાઇ કોટેચા, ઉ.વ.૪૨, ધંધો વેપાર રહે.ધોકડવા તા.ગીરગઢડા (૫) રાજુભાઇ ભગવાનભાઇ શીયાળ, ઉ.વ.૩૪, ધંધો ખેતી, રહે.કોદીયા તા.ગીરગઢડા (૬) મનુભાઇ રાણાભાઇ ધાપા, ઉ.વ.૪૫, ધંધો ખેતી રહે.ખાંભા જી.અમરેલી (૭) હમીરભાઇ જેસાભાઇ વાજા,ઉ.વ.૪૫ ધંધો ખેતી, રહે.સંજવાપુર તા.ઉના(૮) વિક્રમસિંહ ગંભીરસિંહ ગોહિલ, ઉ.વ.૩૫ ધંધો ખેતી, રહે.સામતેર તા.ઉના(૯) ગોપાલભાઇ બાલુભાઇ મકવાણા,ઉ.વ.૨૯ ધંધો હીરાઘસુ,રહે. કોદીયા તા. ગીરગઢડા (૧૦) જાલમભાઇ રાણાભાઇ ચાવડા, રહે.ધોકડવા તા.ગીરગઢડા વાળાઓને રોકડ રકમ રૂ.૨,૪૭,૫૦૦/,મોબાઇલ નંગ -૦૮ કી.રૂ.૭૦,૦૦૦/,મોટરસાયકલ નંગ – ૦૨ કી.રૂ. ૬૫,૦૦૦/મળી કુલ
કુલ મુદામાલ કી.રૂ.૩,૮૨,૫૦૦-ના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
અહેવાલ ધર્મેશ જેઠવા