છેલ્લા ૧૧ માસથી નાસતા ફરતા આરોપીને કોડીનાર પોલીસે ઝડપી લીધો
છેલ્લા ૧૧ માસથી નાસતા ફરતા આરોપીને કોડીનાર પોલીસે ઝડપી લીધો

છેલ્લા ૧૧ માસથી નાસતા ફરતા આરોપીને કોડીનાર પોલીસે ઝડપી લીધો
બે વર્ષની સજાનો આરોપી છેલ્લા ૧૧ માસથી નાસતા ફરતો હોય જેને પકડી પાડી જેલ હવાલે કરતી કોડીનાર પોલીસજુનાગઢ રેન્જ મહે,પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ એમ.એફ.ચૌધરી સાહેબ નાઓએ સમન્સ/વોરંટના આરોપીને પકડી પાડવા કારદેસર કાર્યવાહી કરવા સખત સુચના કરેલ હોય
જે અનુંસંધાને કોડીનાર પો.ઇન્સ. એન.આર.પટેલની સુચના તેમજ પો.સબ.ઈન્સ. એમ.આર.ડવના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ અરવિંદભાઈ જાની, રવીભાઈ સોલંકી, ધીરુભાઇ બાંભણીયા, પો.કોન્સ ભગવાનભાઈ જીણાભાઇ, ભીખુશા બચુશા, હિંમતભાઇ આતુભાઈ નાઓ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે, મહે,જ્યુડી મેજી.ક.ક.કોર્ટ, તાલાલા ના ફ્રો. કે.નં.૪૨૧/૨૦૧૬ નેગો.ઇન્સ્ટ્રુ.એકટ કલમ-૧૩૮ મુજબના કામે બે વર્ષની સાદી કેદ ની સજાનો આરોપી સતારભાઇ ઇબ્રાહીમભાઇ હાલાઇ રહે, કોડીનાર, મેમણ કોલોની તા,કોડીનાર જી.ગીર સોમનાથ વાળો હાલ પાણીદરવાજા ખાતે હાજર હોય જે હકિકત આધારે તપાસ કરતા સદર આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી જુનાગઢ જેલ હવાલે મોકલી આપેલ હતો
અહેવાલ હુસેન ભાદરકા