શ્રી સિદ્ધિ વિનાયક સોસીયલ ગ્રુપ ઘોઘલા દ્વારા ધામધૂમથી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું
શ્રી સિદ્ધિ વિનાયક સોસીયલ ગ્રુપ ઘોઘલા દ્વારા ધામધૂમથી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

લોકેશન દિવ
શ્રી સિદ્ધિ વિનાયક સોસીયલ ગ્રુપ ઘોઘલા દ્વારા ધામધૂમથી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું
કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ ખાતે ગણેશ ચોથ ના દિવસ થી ઠેર ઠેર ગણપતિ દાદા ની સ્થાપના કરવામાં આવે જેમાં લોકો રોજે રોજ વિસર્જન કરતા હોઈ છે તેમજ અનેક જગ્યાએ જુદાજુદા દ્રસ્યો પણ બતાવવામાં આવતા હોઈ ત્યારે ઘોઘલા ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે શ્રી સિદ્ધિ વિનાયક સોસીયલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અગિયાર દિવસ ગણપતિ ની સ્થાપના કરવામાં આવી હતી જેમાં દરરોજ જુદાજુદા ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવતા હતા મહા આરતી, ભજન, કીર્તન, ધૂન તેમજ સાથે સાથે સબરી નું ભગવાન શ્રી રામ સાથે નું મિલન ની પણ ઝાંખી બતાવામાં આવી હતી બાદમાં પૂનમ ના દિવસે ખુબ જ ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ ઘોઘલા ની શેરિયું તેમજ ગલીઓમાં ડીજે તેમજ બેન્ડ વાજા સાથે સામુહિક રાસ તેમજ પુષ્પવર્ષા કરી વિસર્જન કરવામાં આવ્યું હતું.
અહેવાલ આહિર કાળુભાઈ દિવ