ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વરછતા અભિયાન યોજવામાં આવ્યું
ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વરછતા અભિયાન યોજવામાં આવ્યું

ગીર ગઢડા,દ્રોણેશ્વર
સમગ્ર રાજ્યની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪થી ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારની જનભાગીદારી થકી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે.
કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે અને સ્વચ્છતાને જીવનમાં વણી લે એવા શુભ આશયથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. જ્યાં ગંદકી થતી હોય એવા સ્થળોની ઓળખ કરીને કાયમી સફાઈ થાય તેમજ પ્લાસ્ટિક જેવા પર્યાવરણને નુકસાનકર્તા પરિબળોનો નિકાલ અને જાહેર ઉદ્યાનો, દરિયાઈ વિસ્તારની ચોપાટી, શાકમાર્કેટ, ઉદ્યોગોના વિસ્તાર જેવા સ્થળોએ ઝૂંબેશના રૂપે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે.
વધુમાં કલેક્ટરશ્રીએ ગીર સોમનાથના નાગરિકોને આ અભિયાનમાં સહભાગી બને અને સ્વચ્છતા માટે નાગરિકોમાં એક આદત કેળવાય એવા શુભહેતુસર સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને તેમની આસપાસનો વિસ્તાર સ્વચ્છ કરી ગીર સોમનાથને સ્વચ્છ બનાવવા અપીલ કરી હતી.
આ અપીલ અંતર્ગત ગીર સોમનાથ જીલ્લા ના ગીર ગઢડા તાલુકા નું દ્રોણેશ્વર મહાદેવ મંદિર ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને તેમની ટીમ,મામલતદાર સાહેબ અને તેમની ટીમ,દ્રોણ ગામ ના તલાટી મંત્રીશ્રી, સરપંચશ્રી,સભ્યોશ્રી,ગામ ના ધાર્મિક અને રાજકીય આગેવાનો,ગીર ગઢડા તાલુકા ના રાષ્ટ્રીય સ્વયંમ સંઘ ના સભ્યો અને દ્રોણેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા મંદિર ની આજુ બાજુ માં,પાર્કિંગ એરીયા,રોડ ની બને સાઈટ, નદી માંથી પ્લાસ્ટીક કચરા નો નાસ કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.૩૧ ઓક્ટોબર સુધી વિવિધ દિવસો દરમિયાન જિલ્લામાં જાહેર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, સરકારી કચેરીઓ, મુખ્ય બજારો સહિતના સ્થળોએ સમગ્રતયા સઘન સફાઈ થશે. સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ના મુખ્ય મુદ્દા તરીકે ભાગીદારી થકી સ્વચ્છતા અંતર્ગત જાહેર જનતાની ભાગીદારી સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા માટે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ થશે.
આ અભિયાનમાં વ્યાપકપણે જનભાગીદારી થાય તે માટે સ્વચ્છતા શપથ, શેરી નાટકો, વોલ પેઈન્ટીંગ, વેસ્ટ ટુ આર્ટ ઉપરાંત સ્વચ્છતાની થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે. તેમજ જિલ્લા-રાજ્ય સ્તરીય સ્વચ્છ કચેરી સ્પર્ધાઓ યોજાશે અને સ્વચ્છતાના સામૂહિક શપથ લેવામાં આવશે.
અહેવાલ હુસેન ભાદરકા