સોનારી પ્રા. શાળામાં યોજાયો “વ્યસનમુક્તિ “જાગૃતતા કાર્યક્રમ
સોનારી પ્રા. શાળામાં યોજાયો "વ્યસનમુક્તિ "જાગૃતતા કાર્યક્રમ

લોકેશન ઉના
સોનારી પ્રા. શાળામાં યોજાયો “વ્યસનમુક્તિ “જાગૃતતા કાર્યક્રમ
આજે સોનારી પ્રા. શાળામાં આરોગ્ય વિભાગ અને સોનારી પ્રા. શાળાના સયુંકત ઉપક્રમે “વ્યસનમુક્તિ”અંગે જાગૃતિનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં પ્રથમ PHC તડના ડો.નિતેશ બામણિયા સરે શાળાના 522 બાળકોને તમાકુથી થતા નુકસાન અંગે ખૂબ જ ઉપયોગી માહિતી આપી. અને પરિવારજનોમાં પણ આ બાબતે જાગૃતિ લાવવા બાળકોને સમજ આપી. ત્યારબાદ ધોરણ 6 થી 8 ના બાળકો માટે વ્યસનમુક્તિ અંતર્ગત નિબંધલેખન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું. જેમાં 52 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. જેમાં વિજેતા બાળકોને ઈનામ અપાયા સાથે સાથે ભાગ લેનાર તમામ બાળકોને પણ પ્રોત્સાહક ઈનામ અપાયા. જેમાં નિબંધલેખનમાં પ્રથમ ક્રમે શિંગડ હેતાંશી ભરતકુમાર, બીજા ક્રમે
ડાભી આરાધના મનુભાઈ, ત્રીજા ક્રમે
ચૌહાણ પિયુષ દેગણભાઈ, ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે આરુશી કાનજીભાઈ ડાભી, બીજા નંબરે
ચૌહાણ નિતીકા ધીરુભાઈ, ત્રીજા નંબરે ચારણીયા પ્રેમ ભરતભાઈ રહેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. નિતેશભાઈ બામણિયા સાહેબ, ડો. વિશાલભાઈ સોલંકી, ડો.હેતલબેન વરુ તેમજ સોનારી શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો
આહીર કાળુભાઇ