ઉના તાલુકાના પે સેન્ટર શાળા તડ ખાતે સી.આર.સી.કક્ષાનુ ગણિત -વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તથા કલા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું
ઉના તાલુકાના પે સેન્ટર શાળા તડ ખાતે સી.આર.સી.કક્ષાનુ ગણિત -વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તથા કલા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું

લોકેશન ઉના
ઉના તાલુકાના પે સેન્ટર શાળા તડ ખાતે સી.આર.સી.કક્ષાનુ ગણિત -વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તથા કલા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું
ઉના તાલુકાના તડ પે સેન્ટર ખાતે યોજાયેલા સી આર સી તડ કક્ષાના ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન તથા કલા મહોત્સવ માં સી આર સી તડ માં સમાવિષ્ઠ ધોરણ છ થી આઠ ની કુલ આઠ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો…તેમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 18 જેટલી કૃતિઓ તથા 8 માર્ગદર્શક શિક્ષક અને 36 બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી કૃતીઓ પ્રદર્શન માટે ખુલ્લી મુકવામાં આવી હતી..તેમાં નિર્ણાયક તરીકે કોબ પ્રા શાળા માં ફરજ બજાવતા ગણિત વિજ્ઞાન નાં શિક્ષક બેન શ્રી મનિષાબેન રાઠોડ તથા ઓલવાણ પ્રા શાળા માં ફરજ બજાવતા શ્રી સુરેશભાઈ સોલંકીએ ફરજ બજાવી હતી. તેમાંથી દરેક વિભાગની શ્રેષ્ઠ કૃતી તાલુકા કક્ષાએ સી આર સી તડનું પ્રતિનિધિત્વ કરશે એવું સી આર સી કો.ઑર્ડિનેટર રોહિતભાઈ ડોડીયા એ જણાવ્યું હતું સાથે સાથે યોજાયેલાં કલા મહોત્સવ ની ચાર સ્પર્ધા ગાયન , વાદન,બાળકવી અને ચિત્રમાં કુલ 32 સ્પર્ધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો તથા સરસ પ્રદર્શન કર્યું હતું તેમાં નિર્ણાયક તરીકે કાંતીભાઇ ગોહિલ, નવિનભાઇ સોલંકી, કેતનભાઈ વાજાં,વૈશાલીબેન,રિકંલબેન, ધીરુભાઈ એ પોતાનુ મહત્વનું યોગદાન આપ્યું હતું અને આ ચારે સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધક તાલુકા કક્ષાએ સી આર સી તડનું પ્રતિનિધિત્વ કરશે કાર્યક્ર ના અંતે તમામ બાળવૈજ્ઞાનિકો, સ્પર્ધકો ને પ્રમાણપત્ર સટેશનરી કીટ તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા છેલ્લે દિલીપભાઈ લાખણોત્રાએ આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતુ આ બંન્ને સ્પર્ધામા તડ ગામના સરપંચ એસ એમ સી સભ્ય ગ્રામજનો આજુબાજુની શાળાઓએ પ્રદર્શન નિહાળ્યું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સી આર સી રોહિતભાઈ ડોડીયા,તડ પે સેન્ટર શાળાના આચાર્યશ્રી ભરતભાઈ ચારણિયા,તડ પ્રા શાળા તથા પેટા શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનો એ પોતાનું યોગદાન આપ્યું હતું.
આહીર કાળુભાઇ