ગીર ગઢડામાં બે વર્ષ પૂર્વે મારામારી કરનાર 5 આરોપીઓને બે – બે વર્ષની સજા ફટકારાઈ
ગીર ગઢડામાં બે વર્ષ પૂર્વે મારામારી કરનાર 5 આરોપીઓને બે - બે વર્ષની સજા ફટકારાઈ

લોકેશન ઊના
ગીર ગઢડામાં બે વર્ષ પૂર્વે મારામારી કરનાર 5 આરોપીઓને બે – બે વર્ષની સજા ફટકારાઈ
બે વર્ષ પૂર્વે ગીર ગઢડામાં ફરિયાદી હુસેન વાકોટ તથા અકરમ અલીભાઈ દલ વચ્ચે સીમાસી ગામે સામસામે મારામારી થયેલ હોય અને આ બંને પક્ષના કેસોની ગીર ગઢડા કોર્ટ ખાતે તારીખ હોય જે બાદ કોર્ટની મુદત પૂરી કરી ફરિયાદી ઘરે જઈ રહ્યા હોય ત્યારે 9 જેટલા ઈસમોએ ગેરકાયદેસર મંડળી રચી મોટર સાયકલ પર આવી ફરિયાદી તથા સાક્ષીઓને લોખંડના પાઇપ અને બેઝ બોલના ધોકા વડે માર મારી મારી નાખવાની ધમકી આપતા હનીફ ભીખા વાકોટે ગીર ગઢડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કલમ ૧૪૩,૧૪૭,૧૪૯,૩૨૫,૩૨૪,૩૨૩,૫૦૬ અને ૧૩૫ મુજબ ગુન્હો ગીર ગઢડા પોલીસ મથકે નોંધાયેલ હોય આ કેસ ગીર ગઢડા કોર્ટમાં ચાલી જતા અસ્પાક ઉર્ફે દિલાવર રિયાઝ ભાઈ સોઢા,શબ્બીર ઉર્ફે ભિમો વલીભાઈ કોરેજા,આરીફ ઉર્ફે ભૂરો ઇનુશ ભાઈ કોરજા,મુસ્તાક ઉર્ફે મુસો મહમદ ભાઈ કોરેજા તથા બશીર મેરુ ભાઈ કોરેજા ને દોષિત ઠેરવી પાંચ શખ્સો ને બે બે વર્ષની સાદી કેદની સજા અને દરેક આરોપીઓને બે બે હજારનો દંડ ભરવા હુકમ કરવામાં આવ્યો હતો અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા કરવા જ્યુડી.મેજીસ્ટ્રેટ એચ.જે વસાવડા એ હુકમ કર્યો હતો
અહેવાલ હુસેન ભાદરકા